Tuesday, February 7, 2012

આટલું તે હેત તમે વરસો મા મીત !
મને મુંઝવે તમારી ધોધમાર પ્રીત !

કમખો તહુક્યો ને ચુંદડી થૈ મોરપીચ્છ,
સૈ તે તો બદલી મારા જીવતરની રીત !

હૈયાનાં ગોખેથી સંભળાય તારા જ ગીત,
આટલું તે હેત તમે વરસો મા મીત !

યશોધરા પ્રીતિ

No comments:

Post a Comment