Sunday, February 12, 2012

આ 
ષડરિપુના દેશથી
ચાલો દૂર ક્યાંક જઈએ......

એકાદ
ઝરણાનાં નુપૂરનો નાદ થઈ વહીએ....
ને એકાદ 
પતંગિયાની પાંખોનો રંગ લઈ
સઘળું આકાશ ચીતરી દઈએ...
ચાલો દૂર ક્યાંક જઈએ......

 આ
રાગ દ્વેષની સીમા તોડી
ચાલો દૂર ક્યાંક જઈએ......
 એકાદ
પુષ્પની સુગંધ શું પ્રસરી જઈએ....
ને એકાદ
શ્રદ્ધાના દ્વારે તુલસીક્યારો થઈએ...
ચાલો દૂર ક્યાંક જઈએ......

આ 
નામ રૂપની દુનિયા છોડી
ચાલો દૂર ક્યાંક જઈએ......
એકાદ
આગીયાનું તેજ લઈ
પોતે પ્રગટી જઈએ...
ને એકાદ ક્ષણ
હું ને તુંની ક્ષિતિજ સુધી જઈએ...
ચાલો દૂર ક્યાંક જઈએ......

યશોધરા પ્રીતિ

3 comments:

  1. बहुत बेहतरीन....
    मेरे ब्लॉग पर आपका हार्दिक स्वागत है।

    ReplyDelete
    Replies
    1. सुन्दर सृजन, सुन्दर भावाभिव्यक्ति, बधाई.

      कृपया मेरे ब्लॉग" meri kavitayen" की नवीनतम पोस्ट पर पधार कर अपनी अमूल्य राय प्रदान करें, आभारी होऊंगा.

      Delete