Tuesday, February 7, 2012

ઝાંઝર જરા ઝણકે ને

ઝાંઝર જરા ઝણકે ને ચોતરા ઝાંખા માંડે છે નેજવા,
હો રાજ ઝાઝેરા રૂપ મારે ઘૂંઘટમાં કેમ પૂરવા ?

સાંભરે તુલસીક્યારો ને સાંભરે દાદાનો દેશ,
સાવરે આછેરા તોયે મને મૂંઝવે અહીંના વેશ.
ચૂડીયું જરા ખણકે ને ગોંદરા તાકે કાંઇ સોંસરવા,
હો રાજ ઝાઝેરા રૂપ મારે ઘૂંઘટમાં કેમ પૂરવા ?

સાંભરે સૈયરું ને વળી સાંભરે કાંઇ માડીના હેત,
ચાર દિવાલમાં અહીં ભરી જાણે સગપણની રેત.
અધર જરા મલકેને પનઘટના કાન થાય સરવા,
હો રાજ ઝાઝેરા રૂપ મારે ઘૂંઘટમાં કેમ પૂરવા ?

સાંભરે વગડો ને વળી સાંભરે કાંઇ વડલાની ડાળ,
સમયની સંગાથે અહીં ચાલવું રાખી હૈયામાં ફ઼ાળ.
પાલવ જરા ફ઼રકે ને ઉંબરાના સળવળે ટેરવા,
હો રાજ ઝાઝેરા રૂપ મારે ઘૂંઘટમાં કેમ પૂરવા ?
યશોધરા પ્રીતિ

2 comments:

  1. બહુત સારી છે કવિતા. શુભેક્ષા.

    મારા બ્લોગ જોઈન કરવા માટે આભાર.

    ReplyDelete
  2. પાલવ જરા ફ઼રકે ને ઉંબરાના સળવળે ટેરવા,
    હો રાજ ઝાઝેરા રૂપ મારે ઘૂંઘટમાં કેમ પૂરવા ?

    ....बहुत सुंदर

    ReplyDelete